બેડરૂમમાંથી આવતા હતા ડરામણા અવાજો, કપલે દીવાલ તોડાવી તો હોશ ઉડી ગયા

જરા વિચારો તો કરો કે તમે રૂમમાં એકલા હોવ અને એવામાં રૂમમાંથી વિચિત્ર અને ડરામણા અવાજ આવતા હોય તો તમારી હાલત શું થાય.

બેડરૂમમાંથી આવતા હતા ડરામણા અવાજો, કપલે દીવાલ તોડાવી તો હોશ ઉડી ગયા

જરા વિચારો તો કરો કે તમે રૂમમાં એકલા હોવ અને એવામાં રૂમમાંથી વિચિત્ર અને ડરામણા અવાજ આવતા હોય તો તમારી હાલત શું થાય. તે જગ્યા પર રહેવું પણ મુશ્કેલ થઈ જાય. સ્પેનથી એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જેના વિશે જાણીને ચોંકી જવાય. ગ્રેનેડામાં રહેતા એક પરિવાર સાથે કઈંક આવું જ થયું. બેડરૂમમાંથી આવતા આવા વિચિત્ર અને ડરામણા અવાજોનો જ્યારે ભેદ ખુલ્યો તો તેઓ દંગ રહી ગયાં. આ કપલ સાથે ઘટેલી ઘટના સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ. 

સ્પેનના આ કપલના બેડરૂમમાં આવતા અવાજો અંગે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે  ખુલાસો થયો કે આખરે આ અવાજ ક્યાંથી અને શેનો આવતો હતો. અસલમાં આ વિચિત્ર અવાજ રૂમમાં હાજર મધમાખીઓનો હતો. એક બે નહીં પરંતુ હજારોની સંખ્યામાં મધમાખી રૂમમાં હાજર હતી જેની કપલને ખબર પણ નહતી. ત્યારબાદ તરત મધમાખી પાલન કરનારા લોકોનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમણે બેડરૂમમાં જ્યાંથી અવાજ આવતો  હતો તે દીવાલ તોડવાનું નક્કી કર્યું. દીવાલ તોડતા જ જે સચ્ચાઈ સામે આવી તે જોઈને કપલના તો હોશ જ ઉડી ગયાં. દીવાલની અંદર લગભગ 80,000 જેટલી મધમાખીઓ હતી. 

જુઓ LIVE TV

મધમાખીએ દીવાલની અંદર એક મીટરથી પણ મોટો મધપુડો બનાવી લીધો હતો. મધમાખી પાલન કરનારા સર્જિયોનું કહેવું હતું કે આટલી મોટી સંખ્યામાં મધમાખી હોય તે જણાવે છે કે આ મધમાખીઓ છેલ્લા બે થી સવા બે વર્ષથી અહીં હોવી જોઈએ. આ જ કારણે તેમની સંખ્યા આટલી વધુ છે. સર્જિયોએ કહ્યું કે આ મધમાખીઓ કપલ માટે ઘાતક બની શકે તેમ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news